એનિમેશન & Creativity In VFX

એનિમેશનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહીને કમાણી થશે ૨૫,૦૦૦ થી ૩,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે

એનિમેશન કે જે આજની તારીખનું સૌથી મોટું માર્કેટ છે. પોતાની આવડત અને અદભૂત Creativity સાથે કોઈ પણ વ્યક્તિ એક સારામાં સારી જોબ મેળવીને ખુબ જ સારી કમાણી કરી શકે છે તો આવો જાણીએ કે એનિમેશન છે શું?

એનિમેશન છે શું?

જયારે આપણે ફિલ્મ જોતા હોઈએ અથવા ગેમ રમતા હોઈએ તે ફિલ્મ અને ગેમ કોમ્પ્યુટર ગ્રાફિક્સ ની મદદથી વિવિધ કેરેક્ટર બનાવવામાં આવે છે અને તેને movement આપવામાં આવે છે તેને એનિમેશન કહેવાય છે. એનિમેશન વગર કોઈ પણ ગેમ બનતી નથી. ગેમ ની વાત તો ઠીક પણ બાળકો માટે ના કાર્ટુન જેવા કે મોટું-પતલુંપકડમ-પકડાઈછોટાભીમશિવાલીટલ સીંઘમ તેમ જ યુવાનોથી માંડીને વૃધ્ધો સુધી ના ફિલ્મના શોખીનો માટેની ફિલ્મ જેવી કે Mona, Incredible, Coco, Despicable me, Frozen વગેરે ફિલ્મો એનિમેશન ને આભારી છે.

ફિલ્મો અને ગેમમાં એનિમેશનના ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગના લીધે એનિમેશન આજનું સૌથી મોટું માર્કેટ બની ગયું છેકે જે આજે વૈશ્વિક ૨૬૫ બિલિયન ડોલર સુધી પહોચી છેજેમાં નામપૈસાકરિયરશોહરત (નામના) બધું જ મળે છે. એનિમેશન આજે મોટા ભાગના ક્ષેત્રોમાં ખુબ જ જરૂરી બની ગયું છે. આથી જ એનિમેટર ને ઘણા બધાકામ મળે છે અને એટલે જ એનિમેટરની જરૂરિયાત ખુબ જ વધી ગઈ છે.

એનિમેશનમાં Drawing, Layouts બનાવવું તેમજ PhotographicSequences ની તૈયારી મુખ્ય છેકે જે પછી Multimedia કે કોઇપણ ગેમની પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ દ્રારા કોઈ ફોટાને એવી રીતે Movement આપવામાં આવે છે કે, જે એક વિડિઓ સ્વરૂપ લાગે છે.

સ્માર્ટ અને વાઈટ કોલરવાળી જોબ

એનિમેશનની જોબ સ્માર્ટ અને એકદમ વાઈટ કોલરવાળી જોબ છેઓફીસમાં બેસીને કોમ્પ્યુટર પર જ કામ કરવાનું હોય છે.

એનિમેશનમાં નોકરી તરત જ મળી જાય છે તેમજ આ ફિલ્ડમાં અનેક તક રહેલી છે.

FICCI ના સર્વેક્ષણ મુજબ એનિમેશન ઇન્ડસ્ટ્રીઝ ૨૦૧૬ માં ૫૪ અબજ થી લઇ ૨૦૧૮ માં ૮૦ અબજ અને ૨૦૨૦ સુધીમાં ૧૧૪ અબજ સુધી પહોચી જશે. જે ૨૦૧૬-૨૦ સુધીમાં ૨૦.૪% ના ગ્રોથદરથી સતત વિકસીત થઇ રહયું છે. જેમ-જેમમાંગ વધતી જશે તેમ-તેમ આ ક્ષેત્રમાં તેજીનું પ્રમાણ વધતું જશે અને રોજગારીની તકો પણ ખુબ જ વધશે. આથી એનિમેશનમાં નોકરી તરત જ મળી જાય છે. તેમજ ગુજરાતી છોકરાઓની ડિમાન્ડ વધારે હોય છેકારણકે તે મહેનતું વધારે હોય છેએવું ઇન્ડસ્ટ્રીઝ કહે છેઅમે નહિ. 

એકવાર એનીમેટર બની ગયા પછી નોકરી તમને સામેથી શોધતી આવે છે. એનિમેશનમાં તમે લોકલ  માર્કેટડોમેસ્ટિક માર્કેટઇન્ટરનેશનલ માર્કેટ એટલે  કે દુનિયા ના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. કારણકે આ એક વૈશ્વિક માર્કેટ છે.

મહીને કમાણી ૨૫,૦૦૦ થી ૩,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે

એનિમેશનની જોબમાં પૈસા કમાવવાની ખુબ જ સારી તક રહેલી છે. Creativity અને પોતાની શ્રેષ્ઠ આવડત દ્રારા વ્યક્તિ ખુબ જ સારી કમાણી કરી શકે છે. એનિમેશનમાં રોજગારીની અનેક તકો રહેલી છે અને એનિમેશનનું માર્કેટ પણ ખુબ જ ઝડપથી ગતિ કરી રહ્યું છે.       

એનિમેશનમાં તમે ફક્ત ને ફક્ત મેન્ટલીફીઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરી મહીને લાખોકરોડો રૂપિયાની કમાણી કરી શકાય છે. આ કામ વર્લ્ડ વાઇડ તેમજ ડીજીટલ છે એટલે તમે તમારી ઓફીસ તેમજ ઘર બેઠા તમે દુનિયાના કોઈપણ ખૂણેથી કામ લાવી કરી શકો તેમજ દેશ-વિદેશમાં જઈને પણ કામ કરી શકો. ખુબ જ વિશાળ માર્કેટ છે, બસ આપની તૈયારી હોવી જોઈએ.

1 લાખ રૂપિયાથી શરૂ કરી શકો પોતાનો બીઝનેસ......

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૧ લાખ રૂપિયા જેવી નાની  રકમથી પણ શરૂ કરી શકો છોકારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છેપછી તમે તમારી મરજી પ્રમાણેનું ઇન્વેસ્ટ કરી બિઝનેસ ડેવલોપ કરી શકો છો.

એનિમેશન કોણ શીખી શકે ?

એનિમેશન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીછોકરા-છોકરીઓધંધાર્થીઓનોકરિયાત કોઈપણ શીખી શકે છેભણતરની કોઈ જ જરૂર નથી૫ણ સમયની માંગ પ્રમાણે બેઝીક અંગ્રેજી અને ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા હોવા જોઈએ.

તેમ જ જો તમારામાં ક્રીએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છેજેને તમારા કામનું મહત્વ હોય છેએને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

એનિમેશનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય?

એનિમેશનમાં તમે પાર્ટ ટાઇમફુલ ટાઇમઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

એનિમેશનને તમે તમારું કરિયર ફિલ્ડ નક્કી કરી ફુલ ટાઇમ કામ કરી શકો છો.

ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે એનિમેશન શીખે છે. તેની પાસે એનિમેશન બનાવવાનો સમય હોતો નથીપણ એનીમેટર પાસેથી કેવી રીતે કામ લેવુંતેમ જ માર્કેટને નવું શું આપવુંમાર્કેટના ન્યુ ટ્રેન્ડને ઊંડાણ પૂર્વક સમજવા માટે એનિમેશન શીખતા હોય છેઅને એનિમેશનનું કામકાજ કરાવતા હોય છે.

એનિમેશન કોર્ષ શીખવા માટેનો સમય...

૨ વર્ષ

દરરોજ ( ૨ કલાક )

એનિમેટર બની ગયા પછી એનિમેશનમાં બીજા ક્યાં ક્યાં કરિયર ઓપ્શન મળે છે?

- 2D / 3D Animator

- Roto  Artist

- Paint Artist

-Modelling Artist

-Lighting Artist

-Texturing & shading Artist

-Rendering Artist

- VFX /Animation Journalist

- Dynamic Animator