graphics design
જો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૨૦,૦૦૦ થી ૬૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.

ગ્રાફિક્સ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે

ગ્રાફિક્સ ડીઝાઇન શું છે... :-

ગ્રાફિક્સ ડીઝાઇન એટલે વિઝ્યુઅલ સંબંધિત સમસ્યાને દૂર કરવાનો છે. ગ્રાફિક્સ ડીઝાઇનની અંદર લખાણ અને સિમ્બોલ(ચિત્ર)નો પ્રયોગ કરવામાં આવે છે. તેનું મુખ્ય કામ પેપર અને અન્ય પ્રોગ્રામને આકર્ષક અને સુંદર બનાવવા માટે થાય છે. ગ્રાફિક્સ ડીઝાઇન એક એવી કળા છે, જેમાં લખાણ અને સિમ્બોલ (ચિત્ર) ની મદદથી કોઈને કોઈ સંદેશ સુદર રીતે લોકો સુધી પહોંચાડવાનો હોય છે. આ સંદેશ ગ્રાફિક્સ, લોગો, બ્રોશર, ન્યુઝ લેટર, પોસ્ટર કે પછી કોઈપણ પ્રકારનું હોય છે.

છેલ્લા કેટલાક સમયથી રોજગારલક્ષી કારકિર્દીમાં અનેક નવા-નવા વિકલ્પો સામે આવી રહ્યા છે. એ વિકલ્પો માંથી જ એક વિકલ્પ છે ગ્રાફિક્સ ડીઝાઇનનો. આજના સમયમાં વિઝ્યુઅલાઈઝ અને ગ્રાફિક આર્ટનો ઉપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે અને તેથી જ તેમાં રોજગાર લક્ષી સંભાવનાઓ પણ ખુબ જ વધી રહી છે.

જે છોકરા-છોકરીઓને રચનાત્મક કાર્ય કરવામાં રસ લાગે છે અથવા જેને કોમ્પ્યુટરને લગતા કામોમાં રૂચી છે, એના માટે ગ્રાફિક્સ ડીઝાઇન એક ખુબ જ સારો વિકલ્પ છે. આર્ટ અને સાયન્સ આ બે વિષયને ભેગા કરીએ તો ગ્રાફિક્સનો જન્મ થાય છે. છેલ્લા ચાર-પાચ વર્ષમાં એનીમેશન ફિલ્ડમાં જબરદસ્ત ક્રેઝ આવ્યો છે. જેને કારણે ગ્રાફિક્સ ક્ષેત્રમાં યુવા પેઢીની રૂચીમાં વધારો થયો છે. તેથી લોકો હવે ગ્રાફિક્સ ડીઝાઇનને કરીયર તરીકે પસંદ કરી રહ્યા છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

ગ્રાફિક્સ ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.

ગ્રાફિક્સ ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

ગ્રાફિક્સ ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાયછે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.ગ્રાફિક્સ ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો.

કરિયર જાણકારોના મત અનુસાર આ ક્ષેત્રમાં બહુ જ કામ મળી શકે છે. જેવી કે, જાહેરાતોની એજન્સી, પબ્લિક રિલેશન, ન્યુઝ પેપર, મેગેઝીન, ઇલેક્ટ્રોનિક મીડિયા વિગેરે જો તમારી પાસે આવડત છે તો તમને નોકરી ચોક્કસ મળશે. દેશના તમામ શહેરોમાં આ પ્રકારની ઓફિસો આવેલી છે તો તેના સિવાય પણ પ્રાઇવેટ ઓફિસોમાં પણ કામ થતા હોય છે. આ લોકો ઈન્ટરનેટના માધ્યમથી પોતાના કામો કરતા હોય છે. જયારે ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ ગ્રાફિક્સ ડીઝાઇન તરીકે કામ માટે સારો અવકાશ છે.

આજના સમયમાં ટીવી ચેનલોની વધતી જતી સંખ્યાને કારણે આ ક્ષેત્રમાં આવી રહેલા યુવા-યુવતીઓ માટે અનેક દરવાજાઓ ખોલી નાંખ્યા છે. આ ઉપરાંત સારા એન્જીનીયરોની પણ સારી એવી ડીમાન્ડ વધી છે. પ્રિન્ટ મીડિયામાં પણ નોકરીની સારી એવી જગ્યાઓ છે. ન્યુઝ પેપરોમાં પણ દરરોજ નવો લૂક આપવો પડતો હોય છે. આ બધા ઉપરાંત સ્ટેશનરી પ્રિન્ટીંગ, ઇન્ટીરીયર આર્કીટેક્ચર, પ્રોડક્ટ પેકેજીંગ ડીઝાઇનીંગ, ફિલ્મો, એનિમેશન વિગેરેમાં રોજગારીની તકો પુષ્કળ રહેલી છે. સાથે સાથે પગાર ધોરણમાં પણ સારી એવી શરૂઆત થાય છે. એકવાર અનુભવ મળી ગયા પછી એક સારા ડીઝાઇનરને મહિને એક લાખથી દોઢ લાખ સુધી પગાર મળી રહ્યો છે.

મહીને કમાણી ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી વધારે

ગ્રાફિક્સ ડીઝાઇનમાં તમે મહિને ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે, અને તે સંપૂર્ણ પણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો.

        ૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રને માત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેશ ડેવેલોપ કરી શકો છો.

        ગ્રાફિક્સ ડીઝાઇન કોણ શીખી શકે

ગ્રાફિક્સ ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારા માં ક્રિએટીવીટી(સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

        ગ્રાફિક્સ ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

ગ્રાફિક્સ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

ગ્રાફિક્સ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.

ધંધાર્થીઓ પોતાના બિઝનેશના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.

        ગ્રાફિક્સ ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

                  3 મહિના

                  દરરોજ ( ૧ કલાક )

       

        લાઇફ ટાઇમ સપોર્ટ:-

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થય ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની (સાથ સહકાર) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.

MARUTI INSTITUTE OF DESIGN

વરાછા શાખા

પહેલો માળનાના વરાછા ઢાળસાપરાબ્રધર પેંડાવાળાની ઉપરમોતી નગરની સામેવરાછા રોડસુરત - 395006

હિરાબાગ શાખા

L-8, સારથી કોમ્પલેક્ષ, હીરાબાગ, સુરત - 395006

કતારગામ શાખા

125, લક્ષ્મી એન્કલેવ, ગજેરા સ્કુલની સામે, કતારગામ, સુરત - 395004

ઉધના શાખા 

T -28, સિલીકોન શોપર્સત્રીજો માળસત્યા નગરની સામેઉધના મેઈન રોડઉધનાસુરત - 394210

યોગીચોક શાખા

૧૧૧, અનુપમ બિઝનેસ હબ, યોગીચોક, સુરત - 395006.

સંજુ ડિઝાઈનર ફેક્ટરી પ્રાઇવેટ લિમીટેડ

520 - 521, પોદાર આર્કૅડ રેલ્વે સ્ટેશનની પાસે, વરાછા રોડ, સુરત (ગુજરાત) 395006

Contact: 9723994411



Contact : 9723994466