મોબાઈલ ચીપલેવલ રીપેરીંગમાં
આજના સમયમાં મોબાઈલએ વૈશ્વિક જરૂરીયાત છે.મોબાઈલ ચીપલેવલ રીપેરીંગમાં કામ કરી મહીને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેનાથી વધારે કમાણી કરી શકો છો.

મોબાઈલ ચીપલેવલ રીપેરીંગમાં કામ કરી મહીને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેનાથી વધારે કમાણી કરી શકો છો.

               આજના સમયમાં મોબાઈલકોમ્પ્યુટર, લેપટોપ એ વૈશ્વિક જરૂરીયાત છે.

મોબાઈલ ચીપલેવલ રીપેરીંગ છે શું ?

મોબાઈલ રીપેરીંગમાં સોફ્ટવેર અને હાર્ડવેર એમ બે પ્રકારનું રીપેરીંગ આવતું હોય છે. મોબાઈલ વપરાશમાં ફોન હેંગ થવો,ચાલુમાં પ્રોસેસ લેવી એ પ્રકારના પ્રોબ્લેમને સોફ્ટવેર પ્રોબ્લેમ કહેવાય જયારે મોબાઈલમાં કોઈપણ પ્રકારના પાર્ટ્સમાં આવતા પ્રોબ્લેમને હાર્ડવેર પ્રોબ્લેમ અને મોબાઈલમાં રહેલી સર્કીટ રીપેરીંગ કરવાના કામને ચીપલેવલ રીપેરીંગ કહેવાય છે.

મોબાઈલનો ઉપયોગ આજે ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. આમ કહેવા જઈએ તો મોબાઈલ એ જીવન જરૂરિયાતનો એક ભાગ બની ગયો છે. એક ટાઈમ જમ્યા વગર ચાલે છે પણ મોબાઈલ વગર કોઈને ચાલતું નથી, એટલે વપરાશ ખુબ જ વધ્યો છે. મોબાઈલનો ઉપયોગ દિવસે ને રાત્રે કુદકે ને ભુસકે વધી રહ્યો છે એટલે મોબાઈલ રીપેરીંગની માંગ પણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. વપરાશ વધે એટલે વસ્તુ તો બગડવાની જ છે. જેને કારણે મોબાઈલમાં ક્યારેક નાની મોટી ખરાબી પણ આવી જતી હોય છે. ખરાબી આવતા નવા મોબાઈલની ખરીદી નથી કરી લેતા, તેમાં નાનો મોટો ખર્ચ કરાવીને રીપેરીંગ કરાવી લેતા હોય છે. ત્યારે મોબાઈલ રીપેરીંગની જરૂરિયાત ઉભી થાય છે. મોબાઈલ રીપેરીંગ એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં તમે કામ શીખીને તમે કોઇપણ જગ્યાએ મોબાઈલ રીપેરીંગ કરી કમાણી કરી શકો છો, નોકરી કરી શકો છો તેમજ પોતાનો બિઝનેસ શરૂ કરીને બીજાને નોકરી પણ આપી શકો છો. એટલે કોઇપણ વ્યક્તિ આ કામ શીખીને સારામાં સારી આવક પ્રાપ્ત કરી શકે છે.

સ્માર્ટજોબ

    આ એક સ્માર્ટ જોબ છે કારણ કે તેમાં દુકાન પર અથવા ઘરે તેમજ સર્વિસ સેન્ટર પર બેસીને રીપેરીંગ કામ કરવાનું હોય છે

રીપેરીંગ કામ દ્વારા કમાણી દર મહીને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા અને તેના કરતા વધારે

      આ કામ શીખી ગયા પછી તમે ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેના કરતા વધારે કમાણી કરી શકો છો. આ કામમાં તમારી આવડત, જગ્યાની પસંદગી, ગ્રાહકોની સંખ્યા અને તમારા શ્રેષ્ઠ કાર્ય ઉપર જ તમારી આવકનો આધાર હોય છે. ઘણા બધા લોકો આ કામ શીખીને ખુબ જ સારામાં સારી કમાણી કરે છે.

થોડા એવા રોકાણ દ્વારા પોતાનો બિઝનેસ પણ શરુ કરી શકો છો.

આ કામ શરુ કરવા માટે તમે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ સુધીમાં પણ કામ ચલાવી શકો છો, પરંતુ મીડિયમ લેવલ પર સારી રીતે કામ કરવા માટે તમારે ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીનો ખર્ચ કરવો પડે છેઆ ખર્ચ જગ્યાના ખર્ચ સિવાયનો છે.

રીપેરીંગ કામ કોણ શીખી શકે ?

      રીપેરીંગ કામ કોઈપણ વ્યક્તિ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી૫ણ સમયની માંગ પ્રમાણે ગુજરાતી લખતા વાંચતા અને સામાન્ય અંગ્રેજી આવડતું હોવું જોઈએ. જેથી કરીને સારી રીતે કામ શીખી શકાય.  

       જો તમારામાં ક્રીએટીવીટી (સ્કીલ) હોય તો વધારે ભણતરની પણ જરૂર રહેતી નથી. માર્કેટમાં ઘણા સર્વિસ સેન્ટરો એવા છેજેને તમારા કામનું મહત્વ હોય છેએને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવા સેન્ટરોમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો. પોતાનો વ્યવસાય કરીને પણ ખુબ જ આગળ વધી શકો છો.

રીપેરીંગમાં કેવી રીતે કામકાજ કરી શકાય ?

રીપેરીંગ કામમાં તમે પાર્ટ ટાઇમ, ફૂલટાઇમ અને પોતાના વ્યવસાય દ્વારા પણ કાર્ય કરી શકો છો. તમારા શ્રેષ્ઠ કાર્ય દ્વારા તમે ખુબ જ સારી કમાણી કરીને સફળ કારકિર્દી બનાવી શકો છો. કામ કરી શકો છો. આ કામ શીખી ગયા પછી તમે કોઈપણ કંપનીના સર્વિસ સેન્ટરમાં, અન્ય કોઈ ખાનગી સર્વિસ સેન્ટર તેમજ અન્ય ઘણી બધી જગ્યાએ તમે કાર્ય કરી શકો છો.

રીપેરીંગ કોર્ષ શીખવાનો સમય

૩ મહિના

દરરોજ ( ૨ કલાક )

રીપેરીંગ કામ શીખવાથી થતા ફાયદા

-         સારી નોકરી મળી જાય.

-         રીપેરીંગ કામ કરવાનો પોતાનો વ્યવસાય પણ ચાલુ કરી શકો.

-         તમે મોટી શોપ ખોલીને રીપેરીંગ પાર્ટ્સ પણ વેચી શકો છો.

-         ખરાબ થઇ ગયેલા મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ રીપેર કરી તેમજ વેચાણ કરીને પણ ખુબ જ સારી કમાણી કરી શકો છો.

-         મેન્યુફેક્ચરિંગ કરી શકો છો, એજન્સી લઈને વ્યાપાર કરી શકો છો.

-         એજન્સીનો કોન્ટેક્ટ કરીને તેમના વેચાણ સાથે પોતાની વોરંટી પર તેમને બજારમાં લાવી શકો છો.

-         પોતાના સર્વિસ સેન્ટર પણ ચાલુ કરી શકો છો.

  આ રીતે ધ્યાન આપવાથી સારામાં સારો બીઝનેસ કરી શકો છો.

 

રીપેરીંગ શીખવા કઈ સંસ્થામાં જવું ?

             ઝાયન ટેકનીકલ ઇન્સ્ટીટયુટ એ રીપેરીંગનો કોર્ષ શીખવા માટે એક શ્રેષ્ઠ સંસ્થા છે કારણ કે ત્યાં વિદ્યાર્થીને આ કોર્ષ શીખવા માટે શ્રેષ્ઠ સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ છે. સંપૂર્ણ અદ્યતન અને ડીજીટલ ટેકનોલોજી સાથે આ કોર્ષનું જ્ઞાન આપવામાં આવે છે. વિદ્યાર્થી આ કોર્ષની સારામાં સારી તાલીમ મેળવીને સફળ કારકિર્દી બનાવી શકે તે માટે જ સંસ્થા પ્રયત્નશીલ હોય છે. સંસ્થામાં પ્રેકટીકલ નોલેજની સાથે સાથે કોર્ષને લગતી તેમજ અન્ય ઘણી માહિતી અને જાણકારી આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહે. વિદ્યાર્થીને વર્તમાનની સાથે સાથે ભવિષ્યનું પણ જ્ઞાન આપવામાં આવે છે કે જેથી વિદ્યાર્થી કોઇપણ કામ ખુબ જ સારી રીતે કરી શકે.

 

સંસ્થા તરફથી સપોર્ટ :

કરિયર સપોર્ટ

       સંસ્થામાં શીખવા માટે આવતા વિદ્યાર્થીઓને કોર્ષ પૂર્ણ કર્યા પછી સારામાં સારું કાર્ય કરીને પોતાની કારકિર્દી બનાવે તેવા જ સંસ્થાના પ્રયાસો હોય છે. સંસ્થા વિદ્યાર્થીઓને આ માટે જોબ સપોર્ટ તેમજ બિઝનેસ સપોર્ટ પણ આપે છે. જેથી કરીને વિદ્યાર્થી ભવિષ્યમાં સફળ થઇ શકે અને કોઇપણ સમયે કંઈ પણ મુશ્કેલી કે મુંજવણ અનુભવે તો સંસ્થા તેમને સહકાર આપવા માટે હંમેશા તૈયાર રહે છે.

બીઝનેસ સપોર્ટ

                બીઝનેસ કેવી રીતે કરવો તેમજ બીઝનેસ કરવા માટે બીજી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેમજ તેનાથી શું ફાયદા થાય તેની પણ ડીટેલમાં ટ્રેનીંગ આપવામાં આવે છે.

લાઈફ ટાઇમ સપોર્ટ

      કોર્ષ પૂર્ણ કર્યા પછી સંસ્થા દરેક વિદ્યાર્થીઓને લાઈફ ટાઇમ સપોર્ટ આપે છે. વિદ્યાર્થીને ભવિષ્યમાં પોતાની કારકિર્દી દરમિયાન આ કામ વિશે કોઇપણ મુશ્કેલી કે મુંજવણ અનુભવે અથવાકોઈ એવી ક્રીટીકલ પ્રોબ્લેમ સોલ્વ ન થતી હોય તો વિદ્યાર્થી ગમે ત્યારે સંસ્થામાં આવી શકે છે. સંસ્થા હંમેશા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે તૈયાર રહેતી હોય છે.

અનુભવ ધરાવતા કુશળ અને શ્રેષ્ઠ શિક્ષકોનો સ્ટાફ

       આ કોર્ષ અંગેનું સંપૂર્ણ જ્ઞાન આપવા તેમજ શીખવવા માટે સંસ્થામાં સારામાં સારો અનુભવ ધરાવતા કુશળ અને શ્રેષ્ઠ શિક્ષકો છે કે જેના દ્વારા વિદ્યાર્થી સારી તાલીમ મેળવીને આ ક્ષેત્રમાં કાર્યકરીને સફળ થઇ શકે છે. તેમજ તમામ કામ પ્રેક્ટીકલ શીખવવામાં આવે છે.

સંસ્થાનો હેતુ

      સંસ્થાનું લક્ષ્ય વધુમાં વધુ યુવાનોને વ્યવસાય અપાવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ અને શ્રેષ્ઠ બનાવવાનું છે. વિદ્યાર્થી સારામાં સારું કાર્ય શીખીને પોતાની કારકિર્દીમાં સફળ થાય તેવા જ સંસ્થાના પ્રયત્નો હોય છે. વિદ્યાર્થી શ્રેષ્ઠ ફિલ્ડમાં જઈ સારી કમાણી કરી શકે. તે રીતે સંસ્થામાં તાલીમ આપવામાં આવે છે.

રીપેરીંગ શીખવા માટેનું સ્થળ :

            ઝાયન ટેકનીકલ ઇન્સ્ટીટયુટ

            /બી ૪૬ગલાણી પાર્ક સોસાયટી,ચીકુવાડી,નાના વરાછા,સુરત.

            મો. ૯૦૯૯૦ ૫૬૫૬૬