ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુર્તી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડશીટ, ચાદર, સોફા કવર, પડદામાં ડિજીટલ પ્રિન્ટની ડીઝાઇન બનાવવાની હોય છે.
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એકદમ સરળ છે.
ડિજીટલ પ્રિન્ટ એટલે કાપડ ઉપર પ્રિન્ટ કરવું. જેને આપણે ગુજરાતમાં ડાઈંગ પ્રિન્ટથી ઓળખીએ છીએ. સદીઓથી આપણે કાપડ પર પ્રિન્ટ કરતા આવ્યા છીએ. પણ અત્યાર સુધી ડાઈંગ પ્રિન્ટીંગમાં સમય બહુ જ વધારે વેસ્ટ જતો હતો, તેને કારણે લોકોએ ડિજીટલ પ્રિન્ટ ટેકનોલોજી અપનાવી. જેનાથી પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પૂરી કરી શકાય છે. ડાઈંગ પ્રિન્ટ તો વર્ષોથી ચાલે છે પરંતુ આજે આપણી સુરતની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુર્તી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડશીટ, ચાદર, સોફા કવર, પડદામાં ડિજીટલ પ્રિન્ટ કરવામાં આવે છે.
ડિજીટલ પ્રિન્ટ ડિઝાઈન એટલે સાદા અને પ્લેન કાપડ ઉપર પ્રિન્ટ કરવી. ડિજીટલ પ્રિન્ટમાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.
તમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો એમાં જે પ્રિન્ટ દેખાય છે તેને ડિજીટલ પ્રિન્ટ કહેવામાં આવે છે. આ ડીઝાઇન માં કાપડ ઉપર પ્રિન્ટ કરવામાં આવે છે. ડિજીટલ પ્રિન્ટ કરવા માટે પહેલા કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યા બાદ ડિજીટલ પ્રિન્ટ મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને પછી કાપડ ઉપર પ્રિન્ટ થતું હોય છે, કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર પ્રિન્ટ થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ફાસ્ટ આવે છે, એટલા માટે આજના સમયમાં ડિજીટલ પ્રિન્ટ સો એ સો ટકા કોમ્પ્યુટરરાઈઝ્ડ જ બનાવવામાં આવે છે.
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ ડિજીટલ પ્રિન્ટના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે રહેતી હોય છે અને રહેવાની જ. કારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છે અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે.
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં તમે મહિને ૧૨૦૦૦ થી ૭૫૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત ૪ મહિના જેટલો સમય લાગે છે, તેની ફી પણ એકદમ નોમિનલ હોય છે.
ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતા લુલા, અર્ચના કોચર આ બધા ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રૂપિયા કમાય છે.
જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ડેવેલોપ કરી શકો છો.
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇન વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, છોકરા – છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે.પણ એના માટે બેઝિક કમ્પ્યુટર આવડવું જરૂરી છે. જો તમારા માં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરેબેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.
ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.
વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.
નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.
ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.
ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.
4 મહિના (દરરોજ 2 કલાક)
+
2 મહિના ઇન્ટર્નશીપ (દરરોજ 8 કલાક)
(ડ્રેસ, દૂપટ્ટા, સેટ , સાડી, લેસ, કલી, કફતાન,રાઉન્ડ ચોલી, કુર્તી, ઓલ ગારમેન્ટસ)
મેચિંગ માસ્ટર
ફેશન ડીઝાઇનર
મેન્યુફેકચરર્સ
હોલ સેલર
રીટેઈલર
બ્રોકર
એકવાર ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનર બની ગયા પછી ડિજીટલ પ્રિન્ટના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાનું જ્ઞાન છે.
ડિજીટલ પ્રિન્ટ નો કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છે, કારણ કે માર્કેટમાં ડિજીટલ પ્રિન્ટના ડીઝાઇનરની ફુલ ડીમાન્ડ છે.
કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેલી છે.
કોઈ પણ ગામ, શહેર, રાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.